મુલાકાત બદલ આભાર

શુક્રવાર, 22 ફેબ્રુઆરી, 2013

ભગવાન સ્વામિનારાયણ

 ભગવાન સ્વામિનારાયણ



 સ્વામિનારાયણ અથવા સહજાનંન્દ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આ પંથમાં શ્રી સ્વામિનારાયણને નર-નારાયણના અવતાર ગણવામાં આવે છે. તેમનું મૂળ નામ ઘનશ્યામ પાન્ડે હતું અને તેમનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો. ૧૭૯૨માં તેમણે ભારતભ્રમણ શરુ કર્યું અને રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના અનુયાયીઓ તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા અને આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.

હાલ આ સંપ્રદાયનો વ્યાપ ઘણાં દેશોમાં વધ્યો છે, ખાસ કરીને તેમના બ્રિટિશ સરકાર સાથેના સંબંધ વધુ વિકસ્યા છે. આ સંપ્રદાયમાં હિન્દુ જ નહીં પણ મુસલમાન અને પારસીઓ પણ જોડાયા છે શ્રી સ્વામિનારાયણે તેમના જીવનકાળમાં છ મંદિરો તથા ૫૦૦ સન્યાસીઓ બનાવ્યા હતા. ૧૮૨૬માં તેમણે શિક્ષાપત્રી લખી અને ૧ જુન ૧૮૩૦ના દિવસે ગઢડા ખાતે તેમણે દેહત્યાગ કર્યો. મૃત્યુ પહેલા તેમણે તેમના ભત્રીજાને આચાર્યપદે સ્થાપી સંપ્રદાયનો કારભાર સોંપ્યો.
અનુયાયીઓ તેમણે કરેલા સમાજોત્થાન, સ્ત્રી કલ્યાણ, અને યજ્ઞમાં અપાતી બલી પ્રથા બંધ કરાવવા જેવા કાર્યો માટે તેમનું પૂજન કરે છે. જ્યારે મહર્ષિ દયાનંદ વગેરે તેમની ભગવાન તરીકે પોતાને ઓળખાવવા માટે આલોચના પણ કરે છે. આજે આ સંપ્રદાયમાં લગભગ ૨ કરોડ લોકો જોડાયેલા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો