મુલાકાત બદલ આભાર

શનિવાર, 23 માર્ચ, 2013

ઓછુ બોલો પણ યોગ્ય બોલો


ઓછુ બોલો પણ યોગ્ય બોલો


પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછુ બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછુ પણ સારૂ ખાવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી. આમ પણ વધારે ખાવુ અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે.

સમજી વિચારીને ન બોલનાર અને વધારે પડતો બકવાસ કરનાર, યોગ્ય વિચાર કર્યા વિના બોલનાર, જે વિષયનું જ્ઞાન ન હોય તે વિષય પ્રત્યે પણ બોલનાર, ખોટુ બોલનાર ખાસ કરીને લજ્જાને પાત્ર હોય છે. એટલા માટે મનુષ્યને સમજી વિચારીને બોલવું જોઈએ અને જેટલી આવશ્યકતા હોય તેટલુ જ બોલવું જોઈએ.

જેવી રીતે કે કોયલ અને કાગડો બંને દેખાવે તો એક જ હોય છે પરંતુ જ્યાર સુધી બોલે નહિ ત્યાર સુધી કંઈ ખબર નથી પડતી કે કોયલ છે કે કાગડો. એટલે કે જ્યાર સુધી કોઈ વાતચીત ન કરે બોલે નહિ ત્યાર સુધી તે વ્યક્તિમાં સારા ગુણ છે કે ખરાબ તેની કંઈ સમજ પડતી નથી. ક્યાંય ક્યાંય એવા માણસો પણ હોય છે કે જે ક્યારેય બોલતા નથી અને બોલે પણ છે તો સમજી વિચારીને. આવા સ્વભાવવાળા માણસોને લજ્જીત નથી થવું પડતું અને પછતાવું પણ નથી પડતું. એટલા માટે ઓછુ અને સારૂ બોલવું જ યોગ્ય છે. તેને માટે એક સત્ય એક લઘુવાર્તાના રૂપે નીચે આપેલ છે.

એક ઉચ્ચ શિક્ષિત પરિવારનો યુવક ખુબ જ ઓછુ બોલતો હતો અને સવારે પણ ચુપ જ રહેતો હતો. કોઈએ તેને પુછ્યું કે તુ ચુપ કેમ રહે છે તો તેણે જવાબ આપ્યો કે ખોટુ અને ખરાબ બોલવા કરતાં ન બોલવુ સારૂ. આપણે જે કઈ બોલીએ છીએ તે હંમેશ માટે વ્યોમમાં અંકિત થઈ જાય છે. કાગડાની જેમ કા કા કરતાં તો ચુપ રહેવું સારૂ.

નીતિમાં પણ કહ્યું છે કે- મૂર્ખનું બળ ચુપ રહેવામાં જ છે. અને બુદ્ધિમાન માટે આ શ્રેષ્ઠ અને આવશ્યક ગુણ છે. ગાંધીજીએ સાચુ જ કહ્યું છે કે ન ખરાબ સાંભળો, ખરાબ બોલો અને ન ખરાબ જુઓ. મૌન રહેવુ તે મૂર્ખનું બળ તો છે જ પણ સાથે સાથે વિદ્વાનનું આભુષણ પણ છે. 

શુક્રવાર, 22 માર્ચ, 2013

અવકાશને જાણો



અવકાશને જાણો


1.  સૌથી મોટો ગ્રહ * ગુરુ

2.  સૌથી નાનો ગ્રહ * બુધ
3.  સૌથી તેજસ્વી ગ્રહ * શુક્ર
4.  સુર્ય થી સૌથી દૂર નો ગ્રહ * પ્લુટો
5.  સુર્ય થી નજીકનો ગ્રહ * બુધ
6.  લાલ રંગનો ગ્રહ * મંગળ
7.  સૌથી ઠંડો ગ્રહ * પ્લુટો
8.  સૌથી ગરમ ગ્રહ * બુધ
9.  પૃથ્વીની સૌથી નજીકનો તારો  * સુર્ય
10.પૃથ્વીની નજીકના બે ગ્રહો * શુક્ર અને મંગળ
11.આકાશમંડળમાં સૌથી ચળકતો તારો * વ્યાધ
12.નરી આંખે જોવાય તેવા ગ્રહો * મંગળ , બુધ , ગુરુ , શુક્ર , શનિ
13.પૃથ્વીનો ઉપગ્રહ * ચન્દ્ર
14.સપ્તર્ષિ તારા * મરીચિ , વસિષ્ઠ , અંગીરસ , અત્રિ , પુલસ્ત્ય ,પુલહ ,ક્રતુ
15.સૌથી વધુ પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ * પ્લુટો
16. સૌથી ઓછો પરિક્રમણ સમય ધરવતો ગ્રહ * બુધ